Cotton

sands

 

કપાસને વાવતા પહેલા તકેદારીના પગલાં

  1. કપાસના વાવેતર અગાઉ ખેતરવાડીમાં ખરી પડેલા ફૂલ, કળી, જિંડવા એકઠા કરી નાશ કરવો.

  2. ખેતરમાં ઊંડી ખેડ કરી જમીન તપવા દેવી જેથી જમીનમાથી ઈંડા કોશેટાનો નાશ થાય. 

  3. કપાસમાં વેલાંવાળા શાકભાજી અન્ય હેતુ માટે ઉપયોગ કરવો નહીં.

  4. કપાસની છેલ્લી વીણી બાદ ઘેંટા, બકરા કે ગાયો અથવા અન્ય ઢોર ચરાવવા જેથી ફુલ, કળી, જિંડવામાં રહેલા ગુલાબી ઇયળના અવશેષો નાશ પામે.

  5. વહેલા પાકતી જાતનું વાવેતર કરવું.

  6. શક્ય હોય તો આંતરપાકનું વાવેતર કરવું.

  7. કપાસના બિયારણના પેકેટમાં રાખેલ નોન બીટીનું આશ્રય પાક તરીકે વાવેતર કરવું.

 

જમીનનો પ્રકાર

કપાસ ના પાક  માટે મધ્યમ કાળી અને કાળી જમીન પસંદ કરવી

 

ખાતર વયવસ્થાપન

  • છાણિયું ખાતર: વાવણીના 10 દિવસ પહેલા ચાસમાં 10 થી 12 ટન / એકર સારું કોહવાયેલું છાણિયું ખાતર આપવું.  અને સાથે લીંબોળી અથવા એરંડી નો ખોડ એક એકર માં એક બેગ પ્રમાંણે આપવું.

  • રસાયણિક ખાતર: કપાસ નું વાવેતર કરતી વખતે પાયા માં 12:32:16 એન.પી.કે. ખાતર 1 એકર દીઠ 50 કિલો પ્રમાણે જમીન માં આપવું.

  • ત્યાર બાદ 30 દિવસ નો કપાસ થાય ત્યારે યુરિયા ખાતર 1 એકર દીઠ 30 કિલો પ્રમાણે જમીન માં આપવું.

 

બિયારણ ની પસંદગી

  • કપાસ માં વહેલી પાકતી જાત માં : નોજીવિડું ભક્તિ, રાશિ નિયો, અજીત-5, અજીત-1155, અંકુર જય, બાયર SP 7010

  • કપાસ માં મધ્યમ પાકતી જાત માં : પ્રભાત નવાબ, રાશિ-659, અજીત-155, કાવેરી ATM, બાયર સુપર્બ, સોલર-76 અને સોલર-77

  • કપાસ માં મોડી પાકતી જાત માં : રાશિ-2, ચૈતન્ય, મલ્લિકા

 

બિયારણ મેળવવાનું સ્થળ

તમારા નજીક ના એગ્રો સેંટર માથી અથવા અમારા ખેડૂત-પે માથી બિયારણ ખરીદવું.

 

બિયારણ નો દર

  • કપાસ ના પાક માં 2 વીઘા દીઠ 1 પેકેટ (475 ગ્રામ) ની જરૂર રહે છે.

  • કપાસ ના બિયારણ માં કંપની ઓ દ્વારા જંતુનાશક અને ફૂગનાશક દવા નો પટ મરેલ હોય છે અલગ થી કોઈ પટ આપવા ની જરૂર નથી.

 

વાવણી નો સમય

જો પિયતની સગવડ હોય તો કપાસ નું આગતરું વાવેતર મે માસના છેલ્લા પખવાડિયામાં અથવા 15 જૂનના બાદ વાવણી લાયક સારો વરસાદ થાય ત્યાર બાદ વાવેતર કરવું.

 

રોપણી અંતર

  • વહેલી પાકતી અને ઉભળી જાત માટે બે હાર વચ્ચે 4 ફૂટ અને બે છોડ વચ્ચે 1 ફૂટ નું અંતર રાખવું.

  • મધ્યમ અને મોડી અથવા ઘૂમટ આકાર ની જાત માટે બે હાર વચ્ચે 5 ફૂટ અને બે છોડ વચ્ચે 1.5 ફૂટ નું અંતર રાખવું.

 

નીંદામણ નિયંત્રણ

  • કપાસ માં પાક વાવ્યા પહેલા અથવા વાવેતર ના 24 કલાક માં પેંડીમિથેલીન 38.7 ટકા cs (દોસ્ત સુપર) દવા 70 મિલી પ્રતિ પંપ માં નાખી ઉપયોગ કરવો આ દવા નિંદામણ ના બીજ નો ઉગાવો અટકાવે છે.

 

  • કપાસ નો 30 દિવસ નો પાક માં નીંદામણ ના નિયંત્રણ માટે સાંકડા પાન વાળા નિંદામણ ના નિયંત્રણ માટે ક્વિજાલોફોપ ઈથાઈલ 5 ટકા EC (ટરર્ગા સુપર) 40 મિલી પ્રતિ પંપ અથવા પ્રોપક્વિજાલોફોપ ઈથાઈલ  10 ટકા EC દવા ૩૫ મિલી નો છંટકાવ કરવો. તથા પહોળા પાનવાળા નિંદામણ માટે પાઇરીથાયોબેક સોડિયમ 10 ટકા EC (હિટ વીડ) 25 મિલી પ્રતિ પંપ પ્રમાણે છટકાવ કરો.

 

પાણી દ્રવ્ય ખાતર નો છટકાવ

  • જિંડવાના સારા વિકાસ માટે જિંડવાના વિકાસ સમયે 8 દિવસ ના અંતરે બે વાર (13:00:45) પોટૅશિયમ નાઇટ્રેટ @ 100 ગ્રામ પ્રતિ પંપ અને સલ્ફેટ ઓફ પોટાશ ( 00:00:50 ) @ 100 ગ્રામ / પંપ માં નાખી છાંટો.

 

  • ફૂલ અને જિંડવાના ખરતા અટકાવવા માટે કેલ્સિયમ નાઇટ્રેટ @100 ગ્રામ પ્રતિ પંપ + બોરોન 20 ટકા 15 ગ્રામ પ્રતિ પ્રમાણે છટકાવ કરવો.

 

કપાસ માં પાન લાલ થવા ના કારણો અને ઉપાયો

  • કપાસ નો છોડ ૯૦ દિવસ ની આસપાસ નો થાય ત્યારે પાન લાલથવા ની સમસ્યા જોવા મળે છે ખરેખર તો આ રોગ નથી પરંતુ કપાસમાં થતી એક પ્રકાર ની દેહધાર્મિક વિકૃતિ છે. રાત્રિનું તાપમાન ઓચિંતું નીચું જવું,દિવસ તેમજ રાત્રિના તાપમાનમાં વધારે પડતો તફાવત, મેગ્નેશિયમ, નાઇટ્રોજન અને બીજા પોષક તત્વો છોડને કોઈક કારણસર ન મળે - એટલેકે અલભ્ય બને, ત્યારે આ સમસ્યા આવી શકે છે.

  • કપાસમાં આવતી આ સમસ્યાનું નિવારણ કેવી રીતે આવી શકે?

  • 75 ગ્રામ મેગ્નેશિયમ સલ્ફેટ + 75 ગ્રામ યૂરિયા + 5 મિલી સ્ટિકર પ્રતિ પંપ માં નાખી છટકાવ કરવો.

 

વૃદ્ધિ નિયંત્રકો

  • કપાસ માં ફૂલોની સારી સંખ્યા અને ખરવાના નિયંત્રણ માટે ફૂલ અવસ્થા એ નેપ્થેલીક એકીટીક ઍસિડ 4.5%SL (પ્લેનોફિકસ) 5 મિલી પ્રતિ પંપ માં નાખી છટકાવ કરવો.

 

  • કપાસ ના છોડ ની 5 થી 5.5 ફુટ ની ઊંચાઈ નો છોડ થાય ત્યાર અથવા 75 દિવશ બાદ ઉપર ની ટોચ કાપી નાંખો જેથી બાજુ ની ડાળી નો વિકાસ થશે અને ટીલર, ફૂલ ની સંખ્યા અને જીંડવા નું કદ વધાશે... અથવા મેપિક્વાઈટ ક્લોરાઈટ 5% AS (ચમત્કાર) 20 મિલી /પંપ માં નાખી છટકાવ કરો.

        

પિયત

  • સારા વિકાસ માટે ગોરાડું જમીનમાં 15 દિવસના અંતરે અને ભારે જમીન માં 25 દિવસના અંતરે એકાતરા ચાસે વારાફરથી પિયત આપવું પિયત આપવું.

 

  • કટોકટીની અવસ્થાઓ- વાનસ્પતિક વૃદ્ધિ, ફૂલ અવસ્થા અને જીંડવા વિકાસ અવસ્થા એ આવશ્ય પિયત આપવું નહિતર ઉત્પાદન ઉપર માઠી અસર પડે છે.

 

કપાસમાં ઉપયોગી કિટકો

  • દાળિયા (લેડીબર્ડ બીટલ), ક્રાયસોપા, સફેદ માખીની પરજીવી, ઈંડાની પરજીવી (ટ્રાયકોગ્રામા ભમરી), પરભક્ષી ખડમાકડી (મેન્ટિડ), પરભક્ષી ચૂસિયા.

 

નોંધ : આ પ્રકારની જીવાત પાક પર જણાય ત્યારે ભારે દવાનો છંટકાવ કરવો નહીં.

જીવાત

  • ચૂસીયા જીવાતો: કપાસ માં મુખત્વે સફેદ માખી, મોલોમચ્છી, તડતડિયા, થ્રીપ્સ, કથીરિ અને  મિલીબગ નો ઉપદ્રવ જોવા મળે છે.

નિયંત્રણ:

  • જેમ કે થ્રીપ્સ ના નિયંત્રણ માટે ફિપ્રોનિલ 5% SC 25 મિલી પ્રતિ પંપ, ઈથિયોન 50% EC 30 મિલી પ્રતિ પંપ, સ્પિનોસાડ 45% SC 8 મિલી પ્રતિ પંપ માં નાખી છટકાવ કરવો.

 

  • લીલી પોપટી ના નિયંત્રણ માટે એસિફેટ 50% + ઈમિડાક્લોપ્રિડ 1.8% SP 25 ગ્રામ પ્રતિ પંપ, ઈમિડાક્લોપ્રિડ 17.8 % SL 8 મિલી પ્રતિ પંપ, થાયોમિથોક્ઝામ 25% WG 12 ગ્રામ પ્રતિ પંપ, ડાઈફેન્થયુરોન 25 % WP 25 ગ્રામ પ્રતિ પંપ માં નાખી છટકાવ કરવો.

 

  • સફેદ માખી ના નિયંત્રણ માટે એસિટામીપ્રાઈડ 20 % SP 10 ગ્રામ પ્રતિ પંપ, ફલોનીકામિડ 50% WG 8 ગ્રામ પ્રતિ પંપ, ડાઈફેન્થયુરોન 25 % WP 25 ગ્રામ પ્રતિ પંપ, બાઈફેન્થ્રિન 10% EC 25 મિલી પ્રતિ પંપ માં નાખી છટકાવ કરવો.

 

  • મોલો મચ્છી ના નિયંત્રણ માટે (કાર્બોસલ્ફાન 25% EC 25 મિલી પ્રતિ પંપ, થાયોમિથોક્ઝામ 25% WG 12 ગ્રામ પ્રતિ પંપ, ઈમિડાક્લોપ્રિડ 17.8 % SL 8 મિલી પ્રતિ પંપ,  ડાઈમિથોએટ 30% EC 25 મિલી પ્રતિ પંપ, ડાઈનેટોફ્યુરાન 20% SG 8 ગ્રામ પ્રતિ પંપ માં નાખી છટકાવ કરવો.

 

  • કથરી ના નિયંત્રણ માટે ઈથિયોન 50% EC 30 મિલી પ્રતિ પંપ, પ્રોપરગાઈટ 57% EC 30 મિલી પ્રતિ પંપ માં નાખી છટકાવ કરવો.

 

ઇયળ

  • બીટી કપાસ માં મુખ્યત્વે લીલી કે લશ્કરી ઈયળ નો ઉપદ્રવ આવતો નથી પરંતુ હાલ ગુલાબી ઈયળ નો ઉપદ્રવ વ્યાપક વધી રહિયો છે.

 

ગુલાબી ઇયળના નિયંત્રણ માટે ક્યાં ક્યાં પગલાં લેવા?

  • જે વિસ્તારમાં ગુલાબી ઈયળનો વધુ ઉપદ્રવ રહેતો હોય ત્યાં કપાસની વહેલી પાકતી જાતની પસંદગી કરવી. નવેમ્બરના પ્રથમ સપ્તાહની શરુઆતથી હેકટરે ૧.૫ લાખ ટ્રાઈકોગ્રામા ભમરી અઠવાડીયાના ગાળે ૫ વખત અને ડિસેમ્બરના પ્રથમ અને બીજા અઠવાડીમાં હેકટરે ૧૦ હજાર પ્રમાણે ક્રયસોફા છોડવાથી જૈવિક નિયંત્રણનો લાભ લઇ શકય.

 

  • ઓક્ટોબર માસનાં અંતથી લઈ કપાસની છેલ્લી વિણી સુધી હેક્ટરે ૪૦ પ્રમાણે ગુલાબી ઈયળની કૂદી માટેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. મોજણી અને નિગાહ માટે હેક્ટરે ૫ પ્રમાણે ફેરોમોન ટ્રેપ ગોઠવવા અને આ ટ્રેપમાં સતત ત્રણ દિવસ સૂધી ફેરોમોન ટ્રેપ દીઠ ૮-૯ ફૂદાં પકડાય તો જતુનાશક દવાઓ જેવીકે ક્વીનાલફોસ 25% EC 25 મિ.લી. પ્રતિ પંપ અથવા પ્રોફેનોફોસ 40% EC + સાઇપરમેથ્રીન 4% 35 મિલી પ્રતિ પંપ અથવા ઇન્ડોક્ઝાકાર્બ 14.5% SL 10 મિ.લી. પ્રતિ પંપ માં નાખી છટકાવ કરવો. દરેક છંટકાવ વખતે દવા બદલવી.

 

કપાસ માં આવતા રોગો

બળિયા ટપકા

લક્ષણો: બળિયા ટપકાનો ઉપદ્રવ મોટેભાગે પાકની પાછલી અવસ્થાએ જોવા મળે છે. શરૂવાતમાં પાન પર બદામી રંગના ટપકા પડે છે. ઠંડા અને ભેજવાળા વાતાવરણ માં ઉપદ્રવ તીવ્ર બનતા પાન ખરી જાય છે.

નિયંત્રણ: મેટાલેક્સિલ 8% + મેંકોજેબ 64 WP ( રિડોમિલ) 30 ગ્રામ પ્રતિ પંપ અથવા કાર્બેંડાઝીમ 12% + મેંકોઝેબ 63% WP ( સાફ) 30 ગ્રામ પ્રતિ પંપ માં નાખી છટકાવ કરવો.

 

ખુણિયા ટપકા

લક્ષણો: કપાસ માં આ રોગ જીવાણુ થી થાય છે.  અનિયમિત આકાર ના બદામી અથવા કળા રંગ ના ટપકા જોવા મળે છે.

નિયંત્રણ: રોગ જણાય તો સ્ટ્રેપ્ટોસાયકલીન @ 1 gm + કોપર ઓક્સિક્લોરાઈડ 50 WP (બ્લૂ કોપર) 40 ગ્રામ / 15 ltr પાણી મુજબ છાંટો.

 

સુકારો

સુકારો કાળી જમીનમાં વધુ દેખાય છે. રોગ ના નિયંત્રણ માટે કોપર ઓક્સિક્લોરાઈડ 50 WP (બ્લૂ કોપર) દવા 500 gm+ કાર્બેન્ડેઝીમ 50 %WP 150 gm (બાવીસ્ટિન) પ્રતિ એકર મુજબ પિયત સાથે આપો.

 

મૂળખાઈ

મૂળ નો સડો રોગ રેતાળ અને ગોરાડું જમીન માં વધુ દેખાય છે, નિયંત્રણ માટે કોપર ઓક્સિક્લોરાઈડ 50 WP (બ્લૂ કોપર) દવા 500 gm+ કાર્બેન્ડેઝીમ 50 %WP 150 gm (બાવીસ્ટિન) પ્રતિ એકર મુજબ પિયત સાથે આપો.

 

પાકના દિવસો

  • કપાસ માં વહેલી પાકતી જાત 130 થી 140 દિવસે પાકે છે.

  • કપાસ માં મધ્યમ પાકતી જાત 150 થી 160 દિવસે પાકે છે.

  • કપાસ માં મોડી પાકતી જાત 190 થી 200 દિવસે પાકે છે.

 

હેક્ટર દીઠ ઉત્પાદન (કિલોમાં અને મણ)

  • 2500 થી 2800 કિલો

  • 125 થી 140 મણ

 

વીઘા દીઠ ઉત્પાદન (કિલોમાં અને મણ)

  • 400 થી 448 કિલો

  • 20 થી 22 મણ

 

  • કપાસનો પાક જુલાઈથી ડિસેમ્બર - જાન્યુઆરી સુધીનો પાક છે. આ સમય દરમિયાન કપાસમાં કુલ 5 થી 6 વીણી આવે છે. આ કપાસનું વેચાણ APMC માં થઈ શકે છે.

 

ખેડૂત પે પ્રાઈવેટ લિમિટેડ , ૨૦૧, ક્રિષ્ના કોર્નર , રેલ્વે ક્રોસિંગ પાસે , ભાવનગર રોડ , બોટાદ - ૩૬૪૭૧૦, ગુજરાત, ભારત

 

વધુ માહિતી માટે મિસ્ડ કોલ કરો : 90 81 81 38 81

Posted on 05-Aug-2021

sands
ડુંગળી મોકના ભાગ માં બેસી જાય છે અને ટોચ પર ના પાન પીળા પડી જાય છે અને ડુંગળી 70 દિવસ ની થઈ છે

ડુંગળી માં જાંબલી ધાબા નો રોગ છે તેના નિયંત્રણ માટે મેટાલેક્સિલ 8 %+મેન્કોઝેબ 62 %wp 35 ગ્રામ /પંપ માં નાખી છટકાવ કરો (જેવી કે indofil કંપની નું મેટકો)

અમારા કૃષિનિષ્ણાંત જોડે વાત કરવા તથા ખેતીલાયક કોઈપણ વસ્તુ ઘરબેઠા મેળવવા માટે આજે જ મિસકોલ કરો : +91 90 81 81 38 81 પર અને મેળવો તમામ વસ્તુઓ આપના ઘરઆંગણે . . .

Posted on 05-Aug-2021

sands
જીરા માં સફેદ ફૂમકા થઇ ગયા છે તો શું કરવું

જીરું માં ભૂકીછારો ના નિયંત્રણ માટે Kresoxim methyl 44.3% SC 25 મિલી /પંપ માં નાખી છટકાવ કરો (Ergon,Tata Rallis)

અમારા કૃષિનિષ્ણાંત જોડે વાત કરવા તથા ખેતીલાયક કોઈપણ વસ્તુ ઘરબેઠા મેળવવા માટે આજે જ મિસકોલ કરો : +91 90 81 81 38 81 પર અને મેળવો તમામ વસ્તુઓ આપના ઘરઆંગણે . . .

Kishaan Sarthi Suvidha

Cost Effective Agro Advisory Services To Our Farmers

For More Info Call +91 90 81 81 38 81