About Us

ભારતનું દરેક ગામ મજબૂત બને, વિકાસશીલ બને, પ્રગતિની હરણફાળ ભરે – એ સપનું વર્ષોથી દરેકનું છે. પરંતુ, તેની સાર્થકતા નથી. આજે ખેડૂતની મનોદશા ખેડૂતના દીકરા સિવાય બીજુ કોણ સમજી શકે? અમારા વડીલોએ અમને શહેરમાં ભણવા એટલા માટે જ મોકલ્યા હતા કે જથી અમે અમારા ગામ માટે કશુંક નક્કર કરી શકીએ. આથી, ફરીથી અમે ગામ તરફ વળ્યા છીએ અને અનેક લોકોને પોતાના મૂળ સુધી આકર્ષવા માટે અમે KhedutPayને નિમિત્ત બનાવી રહ્યા છીએ.
KhedutPay એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ખેડૂત અપગ્રેડ રહેશે. તેને જોઈતી તમામ પ્રકારની ચીજવસ્તુઓ, ઘરવખરી, હાઉસહોલ્ડ આઈટમ્સ સરળતાથી ઉપલબ્ધ થશે. તેને શહેરો તરફ પોતાનો સમય અને ટિકિટ ખર્ચીને દોડધામ કરવાની જરૂર નથી. આ એક એવી સિસ્ટમ છે જ્યાં ખેડૂતનો ફાજલ સમય અને પૈસા પણ બચશે. આજે KhedutPay થકી ખેડૂત સુધી પહોંચીને અમે અમારી ગુજરી ખુલ્લી મૂકી રહ્યા છીએ.

વધુ માહિતી માટે MISSED CALL કરો